સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ કોલસાની ચોરી રેંજ ટીમે ઝડપી લીધી, રૂ ૨૩.૩૦ લાખનો મુદામાલ જપ્ત



સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારના ચિત્રલાખા ગામના સરકારી ખરાબા માંથી ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી કરતા સુંઢકેસીંગ – ૯, ટ્રેકટર – ૩, કંપ્રેશન – ૩, જનરેટર-૧, મોટરસાયકલ-૩ અને કોલસો ટન – ૩૭૦ મળી કુલ રૂ.૨૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રાજકોટ રેંજ ટીમે ઝડપી લીધી છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારશ્રીની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમાર નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારના ચિત્રલાખા ગામના સર્વે નંબર ૧૪૧ ના સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી થતી હોય સદર જગ્યા ઉપર તપાસ કરતા મોટર સાયકલ – ૩ (૧) નંબર GJ13BC3493 માલીક જનકભાઇ વીજાભાઇ સારદીયા રહે.થાનગઢ સુરેન્દ્રનગર (ર) નંબર GJ13AF1951 માલીક રામાભાઇ પુનાભાઇ કોઠારીયા રહે.થાન સુરેન્દ્રનગર (૩) નંબર GJ13BD8385 માલીક રાહુલભાઇ મોતીભાઇ સરલા રહે. સાયલા સુરેન્દ્રનગર તેમજ ટ્રેકટર – ૩ (૧) નંબર GJ13AM2861 માલીક લાલજીભાઇ ધનાભાઇ પનારા રહે. મુળી સુરેનદ્રનગર (ર) સીરીયલ નંબર NDHL02142FB (૩) સીરીયલ નંબર QSTN30605080155 નુ મળી આવેલ તેમજ સદરહુ જગ્યા ઉપર અંદાજે ૧૩ જેટલા ખોદેલા ખાડા તથા સુંઢકેસીંગ – ૯, ટ્રેકટર – ૩, કંપ્રેશન – ૩, જનરેટર – ૧, મોટરસાયકલ – ૩ અને કોલસો ટન – ૩૭૦ મળી કુલ રૂ.૨૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ સીઝ કરી સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ સીઝ કરેલ મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.


