


મોરબીમાં સ્વ. ધનગૌરીબેન ભગવાનજીભાઈ બોરસાણીયાની સ્મૃતિમાં આવતીકાલે તારીખ 30 જૂન 2026ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 8:00 કલાકથી આશા પાર્ક સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે યોજાશે. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળે તેવા શુભ હેતુથી બોરસાણીયા પરિવાર દ્વારા આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં પ્રમાણિક ટ્રેડર્સ, મહારાજા ટ્રેડર્સ, ધનશ્રી બાળરોગ હોસ્પિટલ અને પ્રમાણિક મેડિકલ સ્ટોરનો સહયોગ પ્રાપ્ત થયો છે. આયોજકોએ શહેરના યુવાનો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી છે.