મોરબીના હાઉસિંગ બોર્ડમાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ

 

શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૯,૭૫૦ જપ્ત કરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મેઈન શેરીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી મંજુબેન નાથાભાઈ લુણી, પુજાબેન મનીષભાઈ શેરશીયા, દિવ્યાબા દેવદીપસિંહ ઉર્ફે મયુરસિંહ જાડેજા, ટ્વિન્કલબેન નરેશભાઈ જશાપરા, વિલ્પાબેન હસમુખભાઈ વરમોરા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ રાઠોડ, ધનેશ્વરીબેન સંજયભાઈ સોનગ્રા અને લીલાબેન ઉર્ફે ઇલાબેન આનંદભાઈ ઉર્ફે અણદાભાઈ મહાલીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૯,૭૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.