



મોરબીમાં આજે ધોધમાર વરસાદ બાદ બપોર બાદ થોડો વિરામ થતા જ મોરબીવાસીઓ વરસાદની મજા લેવા અને મચ્છુ નદીમાં છોડવામાં આવેલ પાણીનો નજારો જોવા નીકળી પડતા પુલ પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો અને નટરાજ ફાટક ખાતે ટ્રેન આવી ગયા છતાં ફાટક બંધ ના થઇ સકતા ટ્રેનને પુલ પર રોકવી પડી હતી
મોરબીની નટરાજ ફાટકે ટ્રેનનો સમય થયો હતો અને ફાટક બંધ કરવાની કામગીરી ચાલતી હતી પરંતુ વાહનચાલકો ઉભા જ રહ્યા ના હતા અને એક બાદ એક વાહન ઘુસાડી દેતા ફાટક બંધ થઇ સકી ના હતી જેથી ટ્રેનને રોકવી પડી હતી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે અને સમગ્ર ટ્રાફિક જુના પાડા પુલ પરથી પસાર થતો હોવાથી આખો પુલ વાહનોથી ભરાઈ ગયો હતો ટ્રાફિકજામમાં ૧૦૮ એમ્બ્યલન્સ ફસાયેલી જોવા મળી હતી


