વાંકાનેરના કોટડા નાયાણી નજીક કોઝવે પર રીક્ષા તણાઈ: પિતાનો મૃતદેહ મળ્યો, પુત્રની શોધખોળ

રાજકોટથી વાંકાનેરના કોટડા નાયાણી ગામે માઠા પ્રસંગે આવી રહેલા પિતા-પુત્રની રીક્ષા કોઝવે પર પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

દુર્ઘટના અંગે તંત્રને જાન કરતા બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરુ કરી હતી. સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હડાળાનાં પાટીયા વિસ્તાર માંથી ૪૦ વર્ષીય પિતા સીરાજભાઈ ખમીશા કાતીયારનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, તેમની સાથે તણાયેલા ૭ વર્ષના માસુમની હજુ સુધી કોઈ ભાળ ન મળતા તંત્ર દ્વારા તેની શોધખોળ માટે વ્યાપક કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.