રાહુલ ગાંધી-સોનિયા ગાંધી વિશે અપમાનજનક શબ્દપ્રયોગ કરનાર સંબિત પાત્રા સામે કાર્યવાહીની માંગ

જીલ્લા કોંગ્રેસ પ્રમુખે એ ડીવીઝન પોલીસ મથકમાં અરજી આપી

વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મીડિયા સમક્ષ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી ભારતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની રાવ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસ આગેવાનોને સાથે આજે એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અરજી આપી હતી જેમાં જણાવ્યું છે કે સમ્બિત પાત્રા તા. ૧૭ ના રોજ મીડિયા સમક્ષ જાહેરમાં ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ જાહેર નિવેદન આપતા કહ્યું હતું કે ડકેતી અને ડાકુ છે આવા વાક્ય પ્રયોગ કરી હિંસા ભડકાવવા અને શાંતિનો ભંગ કરવાના ઉદેશ સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઇને નિવેદન અપાયું છે

આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશ્યલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો આવા ભાજપના નેતા દ્વારા કરેલ નિવેદનોથી દેશના વિપક્ષના નેતાને ડકેતી અને ડાકુ ગણાવતા ભાજપ નેતા વ્યક્તગત દ્વેષ દર્શાવે ચેહ આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલ ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવાના ઉદેશથી કરવામાં આવે છે જેથી સમ્બિત પાત્રા સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે

Leave A Reply

Your email address will not be published.