


વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની રેલ્વે ફાટકથી લુણસરીયા તરફ જતી રેલ્વે લાઈનમાં ૨૦૦ મીટર આગળ પુલ નંબર ૧૨૪ રેલ્વે પોલ નંબર ૬૯૧/૮/૧૦ પાસેથી આજે અજાણ્યા પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો છે
મૃતક શરીરે મજબુત બાંધો વાને ઘઉં વર્ણ, ચહેરો ગોળ, શરીરે કોલર વાળું હાફ બાયનું કાળા જાંબલી કલરના પટ્ટાવાળું ટીશર્ટ અને મેલું સફેદ કલરનું નાઈટ પેન્ટ પહેર્યું છે જે મૃતકની ઓળખ થઇ સકી નથી જેથી મૃતદેહ હાલ વાંકાનેર સરકારી હોસ્પિટલ રાખવામાં આવ્યો છે અને વાલીવારસની શોધખોળ ચલાવી છે જેથી મૃતક વિશે કોઈ માહિતી હોય તો તપાસ અધિકારી એલ એ ભરગા ૭૬૨૧૯ ૫૮૧૫૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે