મોરબીમાં ૭ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને દંડ ફટકારતી કોર્ટ

 

મોરબી કોર્ટે ૭ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી છે તેમજ ફરિયાદીને ચેકની રકમ વ્યાજ સાથે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેયુરભાઈ ગોપાલભાઈ પટેલ (આરોપી) એ અજયસિંહ બળવંતસિંહ ઝાલા (ફરિયાદી) પાસેથી હાથ ઉછીની રકમ રૂ ૭ લાખ લીધા હતા જે પૈસા પરત માંગતા આરોપી કેયુરભાઈ પટેલે ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો

 

જે ટ્રાયલ ચાલી જતા ફરિયાદીના વકીલ અશ્વિન વી બડમલીયાની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને મોરબીના બીજા એડી. ચીફ. જ્યુડી મેજી. જે જે જોષી સાહેબે આરોપી કેયુરભાઈ ગોપાલભાઈ પટેલને એક વર્ષની સજા અને રૂ ૭ લાખ પુરા વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચુકવવા હુકમ કર યો છે આરોપી વળતરની રકમ વ્યાજ સહીત ચુકવવામાં નિષ્ફળ રહે તો આરોપીને વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે

 

જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના વકીલ અશ્વિન વી બડમલીયા રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.