કોરોના લોકડાઉન : મોરબી જીલ્લામાં ૨૧ જાહેરનામાં ભંગના કેસમાં ૫૮ સામે કાર્યવાહી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોના લોકડાઉનની અમલવારી કરાવતી પોલીસ ટીમો દ્વારા વિવિધ સ્થળે જાહેરનામાં ભંગના કેસો કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જીલ્લાની પોલીસ ટીમોએ કુલ ૨૧ કેસો કરીને ૫૮ વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે

        મોરબી જીલ્લા પોલીસ કોરોના લોકડાઉનની અમલવારી માટે સતત કાર્યરત છે અને જાહેરનામાં ભંગ કરનાર સામે કેસ કરવામાં આવે છે જેમાં મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખવા અંગેના ૧૧ કેસો કરીને ૧૨ વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે તેમજ ટોળે એકત્ર થયેલાના કુલ ૧૦ કેસોમાં ૪૬ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે મોરબી જીલ્લામાં કુલ ૭૯ વાહનો ડીટેઈન કરાયા છે અને જાહેરનામાં ભંગના મોરબી જીલ્લાના કુલ ૨૧ કેસોમાં ૫૮ વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે  

Leave A Reply

Your email address will not be published.