મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ઓવરફલો, ડેમના ચાર દરવાજા ખુલતા ૨૯ ગામોને એલર્ટ 

 

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ સંગ્રહશક્તિના ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી શનિવારે સવારે ૬ કલાકે ડેમના ૪ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા હતા બાદમાં પાણીનો પ્રવાહ ઘટતા ૪ દરવાજા ૩ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને પાણીની આવક ઘટી રહી છે તે મુજબ પાણી છોડવાનો પ્રવાહ ઘટાડવામાં આવી રહ્યો છે

 

મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર ભદિઅદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર એમ ૨૦ ગામો તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) એમ નવ ગામો સહીત કુલ ૨૯ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

Leave A Reply

Your email address will not be published.