મચ્છુ ૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા, બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ

 

જુના સાદુળકા પાસે આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે અને હજુ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી ૨૦,૦૮૮ ઇન્ફ્લો આવક સામે ૨૦,૦૮૮ આઉટફલો જાવક ચાલુ રાખવામાં આવી છે

 

ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર એમ ૨૧ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

Leave A Reply

Your email address will not be published.