વાંકાનેરના કેરાળાના યુવકનો મોબાઈલ હેક કરી ૯૮ હજારની ઓનલાઈન છેતરપિંડી

વાંકાનેરના કેરાળા ગામમાં રહેતા એક યુવકનો મોબાઈલ અજાણ્યા શખ્સે હેક કરી અજાણી એપ્લીકેશન ઈન્સ્ટોલ કર્યા બાદ બેંક ખાતામાંથી ગૂગલ પે મારફતે રૂ. ૯૮,૦૦૦ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.

મળતી માહિતી અનુસાર, કેરાળા ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ફરિયાદી વાહીદહુશેન રહીમભાઇ માથકીયા (ઉં.વ. ૩૫)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તા. ૧૨/૦૯/૨૦૨૬ના કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીની જાણ બહાર તેમનો મોબાઈલ હેક કરી અજાણી એપ્લીકેશન ઈન્સ્ટોલ કરી હતી અને ફરિયાદીના ICICI બેંક ખાતામાંથી ગૂગલ પે દ્વારા UPI ટ્રાન્ઝેક્શન આઈડી મારફતે રૂ. ૯૮,૦૦૦ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.