વાંકાનેરમાં ઓનલાઈન કલાસીસના નામે રૂ ૧૧ હજાર પડાવ્યાની ફરિયાદ

મોબાઈલ એપ્લીકેશનના જવાબદાર વ્યક્તિ અને મોબાઈલ નમ્બર અને યુપીઆઈ આઈડી વપરાશ કરનાર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ 

 

વાંકાનેરમાં વિદ્યાર્થીએ ઓનલાઈન અભ્યાસ માટે મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી ઓનલાઈન શરુ થતી બેંચ માટે રૂ ૧૧ હજાર ચૂકવ્યા બાદ આરોપીઓએ જવાબ આપવાનું ટાળી ઓનલાઈન ફ્રોડ કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે મોબાઈલ એપ્લીકેશનના જવાબદાર વ્યક્તિ તેમજ મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર અને યુપીઆઈ આઈડી વપરાશકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા વિપુલભાઈ પ્રહલાદરાય ગોળ (ઉ.વ.૪૫) વાળાએ pigeon education tecnology કંપનીની oda class નામની મોબાઈલ એપ્લીકેશનના જવાબદાર વ્યક્તિઓ જેમાં મોબાઈલ નંબર ૯૦૩૫૪ ૦૭૦૬૫ અને ૮૧૨૩૨ ૨૮૪૬૪ સીમકાર્ડ ઉપયોગ કરનાર તથા upi id ઉપયોગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી ધોરણ ૮ માં અભ્યાસ કરતી હોય અને મોબાઈલમાંથી oda ચ્લાસ્સ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી જેમાં ફરિયાદીએ બે વખત યુપીઆઈ આઈડી પરથી રૂ ૪૯ ઓનલાઈન પેમેન્ટ કરી કોર્ષ કરાવેલ બાદમાં તા. ૦૬-૦૪-૨૦૨૪ રોજ ૧૦૦૦ માસ્તર કોર્ષમાં એનરોલમેન્ટ કરાવેલ અને તા. ૦૮-૦૪-૨૦૨૪ થી શરુ થતી બેંચ માટે આરોપીઓએ લીંક આપી જેથી ફરિયાદીએ કોઈ પ્રકારનું પેમેન્ટ કર્યું નહિ અગાઉ રૂ ૪૯ નું પેમેન્ટ બતાવતું હોવાથી ફરિયાદીને વિશ્વાસ આવેલ અને તા. ૦૭-૦૪-૨૦૨૪ ના રોજ રૂપિયા ૧૧,૦૦૦ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું

 

બાદમાં દીકરીના અભ્યાસ માટે oda class માં ધોરણ ૮ ની એનરોલમેન્ટ ફી ૧૧,૦૦૦ ચૂકવ્યા હોવા છતાં મોબાઈલ એપ્લીકેશનમાં ફરિયાદીનું એનરોલમેન્ટ થયાનું કે બાકીના રૂપિયા ૧૧,૦૦૦ પેમેન્ટ થયાનું અપડેટ નહિ બતાવતા અભ્યાસ બેંચ શરુ થઇ ના હતી અને આરોપીઓને અવારનવાર ફોન કરતા જવાબ આપવાનું ટાળતા હતા જેથી ફ્રોડ થયાનું જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે વિશ્વાસઘાત અને ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.