

લક્ષ્મીનગર ગામ નજીકથી યુવાન પોતાની કાર લઈને જતો હતો અને આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાઈ જતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી હાલ મોરબીની શ્રીમદ સોસાયટીમાં રહેતા પ્રીતકુમાર નંદલાલભાઈ ભાલોડીયા (ઉ.વ.૨૭) નામના યુવાન ગત તા. ૦૨ ના રોજ લક્ષ્મીનગર પાસે રવિરાજ ચોકડી પુલ પરથી પોતાની કાર જીજે ૩૬ એએલ ૧૭૧૦ લઈને જતા હતા અને કાર પુરઝડપે ચલાવી આગળ જતા અજાણ્યા વાહનના પાછળના ભાગે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં કાર ચાલક પ્રીતકુમાર ભાલોડીયાને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


