

રણમલપુર ગામમાં વાડીમાંથી નીકળતા રસ્તામાંથી દીકરાને વાડીમાં જવા ના દીધો હતો અને મામલતદાર કોર્ટના આદેશનો અનાદર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વાસુદેવભાઈ પોપટભાઈ પટેલે આરોપીઓ મહેશ લવજીભાઈ પટેલ અને વિપુલ લવજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની વાડીમાંથી નીકળતા રસ્તામાંથી ફરિયાદીના દીકરાને ફરિયાદીની વાડીમાં જવા ના દઈને અવરોધ કર્યો હતો આરોપીઓ મામલતદાર કોર્ટ કેસ નં ૨૨/૨૦૨૪ ના હુકમનો અનાદર કર્યો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે