વાંકાનેરના માટેલ રોડ પરથી બાઈક ચોરીની ફરિયાદ

 

માટેલ રોડ પર આવેલ પ્રયાગ કોમ્પ્લેક્ષની દુકાન સામે પાર્કિંગમાં રાખેલ રૂ ૨૫ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

મોરબી રવાપર રોડ પર રહેતા પંકજભાઈ ગાંભવાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રોજ ફરિયાદીએ પોતાનું બાઈક જીજે ૩૬ સી ૫૫૧૦ કીમત રૂ ૨૫૦૦૦ વાળું વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર અમરધામ મંદિર સામે પ્રયાગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન સામે રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.