

વાંકાનેરના માટેલ ગામની સીમમાં કારખાના પાસે બાઈક પર દેશીદારૂની હેરાફેરી કરતા એક સગીર સહીત બે ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી લીધા છે. જયારે દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ હાજર મળી ન આવતા તેને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે તપાસ કરી માટેલ ગામની સીમ બ્રાવેટ કારખાના પાસેથી હિરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં જીજે-૩૬-બીએ-૦૩૬૨ કિંમત રૂપિયા ૪૦ હજાર વાળા પર દેશી દારૂ જેવું પ્રવાહી લીટર ૧૦૦ કી.રૂ. ૨૦,૦૦૦ ની હેરાફેરી કરતા એક સગીર અને રવિ દેવશીભાઈ કુકાવા ઉ.વ.૨૧ એમ બે શખ્સોને પકડી લીધા હતા. તેમજ દેશી દારૂનો જથ્થો મંગાવનાર લાભુ જવેરભાઈ માથાસુરીયા રહે.માટેલ રોડ વિકાસ હોટલ પાછળ વાળો સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

