

લાલપર ગામે રહેતા ૩૬ વર્ષીય યુવાનને ઇન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતરની લોભામણી લાલચ આપી બે માસ દરમિયાન ૩૬.૧૧ લાખની રકમ મેળવી લઈને આજસુધી પરત નહિ આપી છેતરપીંડી આચર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ બિહારના વતની અને હાલ લાલપર ન્યુ પ્લોટ એરિયામાં રહેતા અજયકુમાર મનભરનસિંહ (ઉ.વ.૩૬) નામના યુવાને મોબાઈલ નંબર ૭૬૫૬૮ ૦૭૪૫૦ વાળા, ફેડરેલ બેંક ખાતા નં ૯૯૯૮૦૧૨૪૦૩૩૯૯, ઇન્ડિયન બેનીક ખાતા ૭૭૮૫૧૫૮૫૩૨, IDFC ફર્સ્ટ બેંક ૫૫૫૫૪૯૮૭૬૨ બંધન બેંક ખાતા ૨૦૨૦૦૦૭૪૮૦૪૦ ફેડરલ બેંક ખાતા ૧૧૬૬૦૧૦૦૩૧૫૬૫૨ NSDL પેમેન્ટ બેંક ખાતા નં ૫૦૧૦૨૬૭૮૯૯૫૧ તથા ફેડરલ બેંક ખાતા ૧૨૭૯૦૧૦૦૩૨૫૦૯૩ ના ધારકો તથા તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૮-૦૫ ના બપોરના બારેક વાગ્યાથી તા. ૧૪-૦૬ સુધીમાં આરોપીઓએ ફોન કરી વોટસએપ અને ટેલીગ્રામમાં DCX કંપનીનું નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરી વિવિધ બેંક ખાતામાં ફરિયાદીની એ કે ઇન્ડસ્ટ્રીઝ પેઢીના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી કુલ રૂ ૩૬,૧૧,૦૫૦ મેળવી નાણા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી છે મોરબી તાલુકા પોલીસે ઈપીકો કલમ ૪૦૬,૪૨૦ અને આઈ.ટી.એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬ (ડી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે