મોરબીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપનાર જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

 

મોરબીમાં જીઆરડી જવાન જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગેના અખબારી અહેવાલો બાદ પોલીસે જીઆરડી જવાન વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકા પોલીસ મથકના વિરેન્દ્રભાઈ ખાચરે આરોપી હરેશ પોપટ સોલંકી રહે ઉંચી માંડલ તા. મોરબી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ સાંજના નવેક વાગ્યા આસપાસ આરોપી હરેશ સોલંકીએ નીચી માંડલ ગામથી વાંકડા જવાના રસ્તા ચોકડી પર શ્રી હરી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં કાળા કલરની સ્કોર્પીઓ કારના બોનેટ પર અલગ અલગ ફોટા અને હરેશ નામવાળી કેક રાખી તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કેક કાપી જગ્યા આજુબાજુમાં રહેતા માણસોને તેના કૃત્યથી હાની થાય કે ત્રાસ પહોંચે તેવું જાહેર કૃત્ય કરી લોકોમાં ભય ફેલાવી સોશ્યલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાંનો ભંગ કર્યો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.