વીરપરડા ગામે કુવાનું પાણી હાલકડોલક થવા મામલે તંત્રની સ્પષ્ટતા, જીલ્લા કલેકટરની અફવાઓથી દુર રહેવા અપીલ

 

વીરપરડા ગામે પાંચ દિવસથી કુવાનું પાણી હાલકડોલક થતું હોવાથી ગ્રામજનોમાં ભય અને આશ્ચર્ય સર્જાયું હતું જે ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની રહ્યો હતો જોકે આજે જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી ટીમે સ્થળ મુલાકાત લીધા બાદ સમગ્ર ઘટના કુદરતી હોવાની સ્પષ્ટતા કરી હતી તેમજ જીલ્લા કલેકટરે અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે

 

વીરપરડા ગામમાં આવેલ પ્રાણજીવનભાઈ સાદરીયાની માલિકીના કુવામાં રવિવારથી પાણી હાલકડોલક થતું હતું અને સમગ્ર ઘટના પંથકમાં છવાઈ જતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું આજે જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરે સ્થળની મુલાકાત લીધી હતી અને કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટીવીટી ના હોવાની સ્પષ્ટતા કરી હતી પાણી હલનચલન અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે ભૂગર્ભ જળ રીચાર્જ થતું હોય, પાણી જમીનમાં ઉતરે છે ત્યારે ખડકોના સ્તરો વચ્ચે રહેલી જગ્યામાં હવા દબાણપૂર્વક બહાર આવે છે હવા બહાર આવવી અને વધુ પડતા પવનની ગતિને કારણે કુવાનું પાણી હલી રહ્યું હોવાનું માલૂમ પડે છે

 

અફવાઓથી દુર રહેવા, સલામતી ખાતર કુવાથી દુર રહેવા જીલ્લા કલેકટરની અપીલ

સમગ્ર ઘટના મામલે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે આજે જીઓલોજીસ્ટ ટીમે સ્થળ મુલાકાત લીધી હતી અને વરસાદને કારણે જમીન અંદર નાના એકવિફરમાં હવા ટ્રેપ થઇ ગઈ છે હવાની મૂવમેન્ટને કારણે પાણી હલતું હોવાનું ધ્યાને આવ્યું છે આ ઘટનાને ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોઈ પ્રકારની સિસ્મિક એક્ટીવીટી નોંધાઈ નથી જેથી નાગરિકોને અફવાઓ પર ધ્યાન ના આપવા જીલ્લા કલેકટરે અપીલ કરી છે તેમજ નાગરિકોને સલામતીના ભાગરૂપે કુવાથી દુર રહેવું જોઈએ તેમ કલેકટરે જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.