ટંકારામાં કાર ચાલકે નિંદ્રાધીન મહિલા પર ટાયર ફેરવી દીધું

ટંકારામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં સુપર માર્કેટ પાસે નિદ્રાધીન મહિલા પર કારનું ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. કાર ચાલકની બેદરકારીને કારણે સર્જાયેલા આ અકસ્માત અંગે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, ટંકારામાં લતીપર ચોકડી પાસે રહેતા અને મજુરી કામ કરતા કંચનબેન વિશાલભાઇ સચાણીયા રાત્રિના સમયે લતીપર ચોકડી પાસે આવેલ સુપર માર્કેટ શોપિંગની નીચે સુતા હતા. તે દરમિયાન GJ-36-L-8411 નંબરની ફોરવ્હીલ કારના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મહિલા પર ટાયર ચડાવી દીધું હતું. આ અકસ્માતમાં કંચનબેનને મોઢાના તથા ખંભાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી, તેમજ શરીરે અને વાંસાના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.