

મોરબીના ખાખરાળા ગામે એક યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. યુવાનને મરણ ગયેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વિગતવાર માહિતી મુજબ, ખાખરાળા ગામના રહેવાસી દિપ અરવિંદભાઇ ભટ્ટ નામના યુવાનનું ગત તા. ૨૫/૦૪/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યા પહેલા કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. યુવાનને મરણ ગયેલી હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી આ બનાવ પાછળના કારણો શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


