

હળવદ માળિયા હાઈવે પર બે મિત્રો બાઈક લઈને જતા હતા જે બાઈકને કાર ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ યુવાનનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદના જુના રાયસંગપર ગામના રહેવાસી વિષ્ણુપ્રસાદ હિમતલાલ ત્રિવેદીએ કાળા કલરની રેંજ રોવર કાર જીજે ૦૧ ડબલ્યુડબલ્યુ ૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા શિવમ ત્રિવેદી અને તેના મિત્ર અર્પિત અનિલભાઈ વિસાણી બંને બાઈક જીજે ૩૬ એજી ૧૧૦૧ લઈને હળવદ માળિયા હાઈવે પર હોનેસ્ટ હોટેલ સામેથી જતા હતા ત્યારે રેંજ રોવર કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી અકસ્માતમાં બાઈક ચાલક અર્પિતભાઈને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ ફરિયાદીના દીકરા શિવમને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધો ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


