

મોરબીના સામાકાંઠે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃધ્ધાનું મોત
સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે છાતીમાં દુખાવો ઉપડતા ૬૬ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે પૂર્વે જ મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેરના રહેવાસી તારાબેન નંદલાલ ગોહેલ (ઉ.વ.૬૬) નામના વૃદ્ધા ગત તા. ૦૭ ના રોજ બપોરે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સગાને ત્યાં છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના બંધુનગર ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત
બંધુનગર ગામ નજીક સિરામિક ફેકટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ ૨૦ વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઓરિસ્સાના વતની હાલ મોરબી તાલુકાના બંધુનગર નજીક આવેલ સોનસેરા સિરામિકમાં રહીને મજુરી કરતા રંજનબેન હરિહર પાતરા (ઉ.વ.૨૦) નામની મહિલાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના માટેલ નજીક પગ લપસી જતા પડી ગયેલ યુવાનનું મોત
માટેલ ગામ નજીક આવેલ સિરામિકની લેબર કોલોનીમાં શ્રમિકનો પગ લપસી જતા પડી જતા ગંભીર ઈજા પહોચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં યુવાનનું મોત થયું હતું
મૂળ રાજસ્થાનના વતની હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં સુજોરા સિરામિકમાં રહીને કામ કરતા યોગેશ ઉર્ફે અજય ભીમરાજ ગુર્જર (ઉ.વ.૨૮) નામના યુવાન લેબર કોલોનીના બીજા માળે લોખંડ સીડી પરથી અકસ્માતે પગ લપસી જતા નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
હળવદના લીલાપુર ગામે ઝેરી દવા પી યુવાને આયખું ટુંકાવ્યું
લીલાપુર ગામે રહેતા શ્રમિક યુવાનને સગાઇ કરવી ના હોય જે બાબતે મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ છોટા ઉદેપુરના વતની હાલ હળવદ તાલુકાના લીલાપુર ગામે રહીને મજુરી કરતા રસિકભાઈ ચંદુભાઈ રાઠવા (ઉ.વ.૧૯) નામના યુવાનની સગાઇ વંકલા ગામ ખાતે કરવાની હોય અને યુવાનને સગાઇ કરવી ના હોય જેથી મનમાં લાગી આવતા પોતાની જાતે ગત તા. ૨૨-૧૦ ના ઓરજ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે હળવદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે


