

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પર કેરાળા ગામના પાટિયા પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે અજાણ્યો પુરુષ આશરે ૨૫ થી ૩૫ વર્ષ વાળો નેશનલ હાઈવે પર રાજા પેટ્રોલ પંપ પાસે કોઈ કારણોસર ગટરમાં પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પીએમ બાદ મૃતદેહ વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે અજાણ્યા પુરુષ વિશે કોઈ માહિતી મળે તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન નંબર 63596 26071 પર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવ્યું છે
