‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવ દરમિયાન આજે કેમ્પ સમિતિના સભ્ય સ્વ. મેહુલભાઈ ભવાનભાઈ ભટ્ટાસણાનીસ્મૃતિમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પ ‘મોરબી ફોટોગ્રાફી વિડિઓ એસોસિએશન’ના સહયોગથી યોજાઈ રહ્યો છે. કેમ્પનો સમય આજે ૧૭ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધીનો રાખેલ છે. શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ પંડાલ, ક્લાસિક પાર્ટી પ્લોટ, લીલાપર રોડ, મોરબી ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા આયોજકો દ્વારા મોરબીના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.