મોરબી જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા, બે નગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો
માળિયા નગરપાલિકા અને વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસ જીત્યું


સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપે પોતાનો ગઢ બચાવી મોરબી જીલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, નવી બનેલી ટંકારા સહીત બે નગરપાલિકા અને ચાર તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે માળિયા નગરપાલિકામાં કોંગ્રેસનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે જોકે આ વખતે ભાજપે ૭ બેઠકો જીતી પોતાનો દેખાવ સુધાર્યો હતો
મોરબી નગરપાલિકામાં ગત ટર્મમાં તમામ ૫૨ બેઠકો જીત્યા બાદ પ્રથમ વખત મહાનગરપાલિકા બન્યા બાદ ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપે તમામ ૫૨ બેઠકો પર કબજો કરી ઇતિહાસનું પુનરાવર્તન કરી બતાવ્યું છે તે ઉપરાંત જીલ્લા પંચાયતમાં ભાજપને ૧૭ અને કોંગ્રેસને ૦૭ બેઠકો મળી હતી ત્રણ નગરપાલિકા પૈકી માળિયા નગરપાલિકામાં કોંગ્રેસને ૧૭ અને ભાજપને ૭ બેઠકો મળી છે પ્રથમ વખત યોજાયેલ ટંકારા પાલિકાની ચુંટણીમાં ભાજપે ૧૮ બેઠકો પર કબજો જમાવ્યો છે અને કોંગ્રેસને ફાળે માત્ર ૬ બેઠકો આવી હતી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને ૨૧, કોંગ્રેસને ૦૪ અને બસપા ૦૩ ને મળી છે
તે ઉપરાંત પાંચ તાલુકા પંચાયતની વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયતમાં ભાજપ ૧૮ અને કોંગ્રેસ ૦૩ તેમજ ૧ આપ ને મળી છે ટંકારા તાલુકા પંચાયતમાં ૧૧ ભાજપ અને ૫ કોંગ્રેસને મળી છે હળવદ તાલુકા પંચાયતમાં ભાજપને ૧૫, કોંગ્રેસને ૧ અને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કરી ૪ બેઠકો જીતી છે, વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબજો જોવા મળ્યો છે કોંગ્રેસને ૧૪, ભાજપને ૯ અને ૧ અપક્ષ જીત્યા છે તેમજ માળિયા તાલુકા પંચાયતમાં ૧૧ ભાજપ, ૨ કોંગ્રેસ, ૧ આપ અને ૨ અપક્ષને મળી છે


