મોરબીના વીશીપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીનાના વીશીપરા વિસ્તારમાં જાહેરમાં હાર-જીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વીશીપરામાં આવેલી રમેશ કોટન મીલની ચાલી પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ભીખાભાઈ હાસમભાઈ સુમરા, ઇસ્માઇલભાઈ કાસમભાઈ સુમરા, આમદભાઈ કાસમભાઈ સુમરા, ફિરોજભાઈ તૈયબભાઈ સુમરા અને રાજેશભાઈ ચતુરભાઈ રાઠોડ નામના પાંચ શખ્સો ગંજીપતા વડે તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રોકડા રૂ. ૭૨૫૦ તથા જુગારના પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.