

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ છે જીલેશભાઈ કાલરીયા બાળપણથી સંઘ વિચારધારા સાથે જોડાયેલા છે તેઓ વિશ્વ હિંદુ પરિષદ જીલ્લા અધ્યક્ષ તરીકે કાર્યરત છે
અગાઉ તેઓ સ્વદેશી જાગરણ મંચ રાજકોટ વિભાગ સંયોજક, સ્વાવલંબી મોરબી જીલ્લા સંયોજક, ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના સહકારિતા સેલના સંયોજક તરીકે કામગીરી કરી ચુક્યા છે ઉપરાંત તેઓ પર્યાવરણ, ખેતી, આયુર્વેદ, ગૌસેવા ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે રાષ્ટસેવા એમનો જીવનમંત્ર છે અને આયુર્વેદ પ્રચાર માટે તેઓ સતત કાર્યરત છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનના આગેવાનો, તેમનો પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે