ભારે વરસાદથી મીઠાના એકમોને થયેલ નુકશાનીનો સર્વે કરાવી સહાય આપો : ચંદુભાઈ શિહોરા
સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો



ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે મીઠાના એકમોને ભારે નુકશાન થવા પામ્યું છે ત્યારે મીઠાના એકમોમાં થયેલ નુકશાની સર્વે કરાવી મીઠા ઉદ્યોગને સહાય આપવાની માંગ સાથે સુરેન્દ્રનગર સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
સાંસદ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે માળિયામાં ભારે વરસાદથી મીઠાના એકમોને ખુબ જ નુકશાન થયું છે જીલ્લાના મીઠાના ઉદ્યોગ પૈકી માળિયામાં મીઠા ઉદ્યોગ મુખ્ય વ્યવસાય છે મીઠાના નાના મોટા એકમો પર ભારે વરસાદથી મીઠાના સ્ટોકનું ધોવાણ થયું છે એકમોના મેઈન બંધ પાળા, તળાવો, ક્યારાઓ, રોડ મશીનરી અને ઇલેક્ટ્રિક મોટરો અને વાયરીંગ રોડ રસ્તાઓ પર નુકશાન થયું છે જેથી નુકશાની સર્વે કરાવી મીઠા ઉદ્યોગને યોગ્ય સહાય આપવા માંગ કરી છે