હળવદ તાલુકા પંચાયતની પહેલ, પ્રતીક્ષા કક્ષ કમ લાઈબ્રેરી તૈયાર કરી ખુલ્લી મુકાઈ

હળવદ તાલુકા પંચાયત કચેરી દ્વારા આવકારદાયક પહેલ કરવામાં આવી છે તાલુકા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે જેથી મુલાકાતીઓ અને ગ્રામજનો માટે પ્રતીક્ષા કક્ષ કમ લાઈબ્રેરી તૈયાર કરીને ખુલ્લી મુકવામાં આવી છે
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવે જણાવ્યું હતું કે, અમારી તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ કામ અર્થેઆવતાં મુલાકાતીઓને ઘણી વાર થોડો સમય રાહ જોવાની થતી હોય છે. આ દરમ્યાનમુલાકાતીઓને જ્યાં ત્યાં બેસવું ન પડે તે માટે પ્રતીક્ષા કક્ષ તૈયાર કરેલછે. મુલાકાતીઓ પ્રતીક્ષાના સમયમાં વિચારભાથું લઈને જાય તેવા આશયથીપ્રતીક્ષા કક્ષમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલ છે. આ લાયબ્રેરીમાંમેગેઝિન્સ, અખબારો અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો રાખવામાં આવેલછે. વધુમાં નવતર પ્રયોગ રૂપે ડિજિટલ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવેલ છે.જેમાં QR code સ્કેન કરીને વિવિધ વિષયને લગતા બ્લોગ, માહિતીપ્રદ વેબસાઇટ્સ, રસપ્રદ યુ ટ્યુબ ચેનલ, ઇ બુક્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનાસાહિત્ય વગેરેનો લાભ લઈ શકાશે. આ લાયબ્રેરીમાં ફ્રી અનલિમિટેડ વાઈ ફાઈનીવ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કેતાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવને આ વિચાર આવેલ જેને તાલુકાપંચાયતના સ્ટાફે હર્ષભેર ઉપાડી લઈ માત્ર દસ દિવસ જેટલાં ગાળામાં તમામ કામશ્રમદાન કરીને જાતે પૂર્ણ કરેલ છે. તાલુકા વિકાસ અધિકારીએ હળવદના નાગરિકોનેઆ વ્યવસ્થાનો લાભ લેવા તેમજ જરૂરી સહયોગ આપી લાઈબ્રેરીને વધુ સમૃદ્ધ બનાવવા અપીલ કરી છે.

Leave A Reply

Your email address will not be published.