મોરબી શહેરમાં પીજીવીસીએલનું ત્રીજું સબ ડીવીઝન ખોલવા માંગ કરાઈ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડનું મોરબી શહેરમાં ત્રીજું સબ ડીવીઝન ખોલવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી દ્વારા રાજ્યના ઉર્જા પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લા કોંગ્રેસ અગ્રણીએ રાજ્યના ઉર્જામંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી શહેરમાં પીજીવીસીએલના બે સબ ડીવીઝન કાર્યરત છે એક ડીવીઝન હેઠળ ત્રીસ હજાર ગ્રાહકો હોય છે જયારે મોરબી શહેરમાં એક સબ ડીવીઝનમાં ૪૦ હજાર ગ્રાહકો છે જયારે સબ ડીવીઝન ૨ માં આશરે ૪૨ હજાર ગ્રાહકો છે. ઓફિસર અને કર્મચારીઓ ખુબ મહેનત કરે છે પરંતુ કામના ભારણને પગલે તેઓ માનસિક અને શારીરિક થાક અનુભવે છે મોરબી હરણફાળ ભરતું ઓદ્યોગિક શહેર છે ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે જેથી મોરબી શહેરમાં ત્રીજું સબ ડીવીઝન ખોલવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

Leave A Reply

Your email address will not be published.