મચ્છુ ૨ ડેમમાં ન્હાવા ગયેલા બે પૈકી એક યુવાનનું ડૂબી જતા મોત, એકને બચાવી લેવાયો

 

મોરબીના મચ્છુ ૨ ડેમમાં બે યુવાનો ન્હાવા ગયા બાદ ડૂબવા લાગ્યા હતા જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી જેમાં એક યુવાનનો બચાવ થયો હતો તો એક યુવાનનું ડૂબી જતા મોત થયું હતું ફાયર ટીમના તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો

 

મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં બપોરે પોણા ચાર વાગ્યે કોલ મળ્યો હતો કે જોધપર મચ્છુ ૨ ડેમમાં એક માણસ ડૂબ્યો છે જેથી ફાયર ટીમ દોડી ગઈ હતી અને ઘટના અંગે માહિતી મળી હતી કે ચાર લોકો ફરવા આવ્યા હતા જેમાં બે ન્હાવા ગયા હતા અને એકનો આબાદ બચાવ થયો હતો એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો જેથી ફાયર ટીમે બે કલાક સુધી સતત શોધખોળ કર્યા બાદ આખરે મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતક વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયા (ઉ.વ.૨૬) રહે ત્રાજપર વાળા હોવાનું જાણવા મળ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.