મોરબીના લાલપર નજીક સ્પા વર્કરોની માહિતી નહિ આપનાર સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

લાલપર નજીક આવેલ સ્પા સંચાલકે સ્પા વર્કરો અંગે સંબંધિત પોલીસ મથકમાં નોંધ કરાવી ના હતી અને સીસીટીવી કેમેરા જાહેરનામાંનો ભંગ કરતા પોલીસે સ્પા સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામના આદ્યશક્તિ ચેમ્બર ત્રીજા માળે આવેલ મીલેનીયમ સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું જ્યાં સ્પા સંચાલક નીલેશ અરજણભાઈ વેગડ (ઉ.વ.૩૫) રહે જૂની પીપળી તા. મોરબી વાળાએ સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી તેમજ સીસીટીવી કેમેરા જાહેરનામાં મુજબ નહિ રાખી જાહેરનામાં ભંગ કર્યો હતો મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.