

મોરબીના સાદુળકા ગામની સીમમાં નવા બનતા કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી કેબલો તોડી અંદાજે સાડા ત્રણેક લાખની ચોરી કરી હતી તેમજ ૧.૭૫ લાખના કોપર વાયરની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી અવની પાર્ક અનંત પેલેસમાં રહેતા જયદીપ ગણેશભાઈ પાંચોટિયાએ ત્રણથી ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રોજ અંદાજે ત્રણેક વાગ્યાના અરસામાં સાદુળકા ગામની સીમમાં આવેલ ફરિયાદીના નેલ્સન સર્ફેસ નામના નવા બનતા કારખાનામાં મોડી રાત્રીના પ્રવેશ કરી કારખાનામાં નવા એસી માટે નાખેલ પીવીસી પાઈપ અને કેબલો તોડી અંદાજે સાડા ત્રણ લાખની નુકશાની કરી હતી તેમજ પાઈપ અને કેબલમાનો અંદાજે ૧.૭૫ લાખનો કોપર વાયર ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


