મોરબીમાં પશુ ક્રુરતાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ચોટીલા તાલુકામાંથી ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી વિજય ઉર્ફે ગાંડો રઘાભાઈ સરાણીયા રહે અલંકાર હોટેલ પાછળ વાંકાનેર વાળો હાલ મોટી મોલડી ગામે હોવાની બાતમી મળતા એસઓજી ટીમે મોટી મોલડી ગામ હકાબાપાની તલાવડી પાસે તા. ચોટીલા ખાતેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.