

હળવદના દેવળિયા નજીક ગોડાઉનમાંથી ૪૯ મણ જીરૂ, બીટી કપાસની ૧૩ થેલીની ચોરી


હળવદ તાલુકાના નવા દેવળિયા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી ૪૯ મણ જીરૂ અને બીટી કપાસની ૧૩ થેલીઓ મળીને કુલ રૂ ૧.૮૩ લાખની ચોરી થઇ હતી જે બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ પટેલે આરોપીઓ નીલેશ ઉર્ફે મુકો ઉકારભાઈ બારિયા અને હસમુખ અભેસંગ બારિયા રહે બંને દાહોદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નવા દેવળિયા ગામની સીમમાં ફરિયાદીના ગોડાઉનમાંથી તેમની વાડી ભાગવી રાખનાર બંને આઈ ગત તા. ૦૪ જુનના રાત્રીના સવા બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમિયાન કોઈપણ સાયે જીરૂ બોરી નંગ ૧૭ કુલ ૪૯ મણ કીમત રૂ ૧,૭૧,૫૦૦ અને બીટી કપાસનું વાવેતર કરવા લાવેલ બોલગાર્ડ કપાસની ૪૫૦ ગ્રામની ૧૩ થેલી કીમત રૂ ૧૧,૭૦૦ સહીત કુલ રૂ ૧,૮૩,૨૦૦ નો માલ કોઈ વાહનમાં ચોરી કરી લઇ ગયા હતા હળવદ પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના ટીંબડી નજીક આવેલ કારખાનામાંથી ૧.૭૫ લાખના કોપર વાયરની ચોરી
ટીંબડી ગામ નજીક આવેલ કારખાનામાં ચારેક અજાણ્યા ઇસમોએ દીવાલ કુદીને કારખાનામાં પ્રવેશ કરી ૩૫૦ કિલો કોપર કેબલ વાયર કીમત રૂ ૧,૭૫,૦૦૦ ની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઉમિયા ચોક રવાપર રોડ રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાંવડાએ ચારેક અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ જુનના રાત્રીના ૧૨ થી ૧ વાગ્યાના અરસામાં પીપળી ગામના સર્વે નંબર ૩૫ પૈકી ૧ પૈકી ૧ અને ૩૬ પૈકી ૦૨ વાળા ટીંબડી પાટિયા પાસે આવેલ ફરિયાદીના ભાગીદારી વાળા કારખાનામાં અજાણ્યા ચોર ઇસમેં દીવાલ કુદી પ્રવેશ કરી ગોડાઉનમાં મશીનરીમાં વપરાતો અને ઉપયોગમાં લીધેલ કોપર અને એલ્યુમીનીયમ વાયર ૩૫૦ કિલો કીમત રૂ ૧,૭૫,૦૦૦ ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે