ટંકારા નજીક બે કાર ટકરાતા એકનું મોત, પાંચને ઈજા

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા લતીપર ચોકડી નજીક રાજકોટ તરફના પેટ્રોલ પમ્પ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રજાપતિ પરિવારના મોભીનું મોત નીપજ્યું છે તેમજ અન્ય 5 લોકો ને ગંભીર ઇજા થતાં ટંકારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ  વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

ટંકારાના જીવાપર ગામેથી પ્રજાપતિ પરિવાર મારુતિ ફ્રેન્ટી કારમાં ટંકારા  તરફ આવતો હોય  ત્યારે ટંકારા નજીક સામેથી આવતી સ્વીફ્ટ કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા મારુતિ ફ્રેન્ટી કારમા સવાર ટંકારના મહેન્દ્રપુર ગામના દેવજીભાઈ રુગનાથભાઈ  પ્રજાપતિનું ઘટના સ્થળે જ  મોત નીપજ્યું હતું. જ્યારે તેમની કારમાં સવાર પીતાંબરભાઈ પરસોતમભાઈ વરનેશિયા, રમણિકભાઈ ઓધવજીભાઈ નારણીયા, ગૌરીબેન ઓધવજીભાઇ નારણીયા, છગનભાઇ નરશીભાઈ પ્રજાપતિ અને આશિષ મનસુખભાઇ રાજકોટિયાને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે  રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat