જોધપર ગામે શા કારણથી બોલી બધડાટી જાણો અહી ?

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રસિકભાઈ દેવશીભાઈ ભાલોડીયા રહે. રવાપર ગામ બોનીપાર્ક વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ભગવાનજીભાઈ જોધપર ગામના માજી સરપંચ, લાલભાઈ પટેલ, જયેશભાઈ, ગામના ઉપ સરપંચ, લાલભાઈનો છોકરો, ભગવાનજીભાઈ જોધપર ગામના માજી સરપંચનો છોકરો, ભગવાનજીભાઈ માજી સરપંચનો મોટો દીકરો વિપુલ તથા તેની સાથેના અજાણ્યા દસથી બાર શખ્શોએ પોતાના કારખાનાનું બાંધકામ કમીશન સર્ટી મેળવવા સારું કમીશન કમીશન સર્ટી પૈસા લેવા આવતા ફરિયાદીએ જણાવ્યું કે એક વખત આપી દીધા છે હવે શેના તેમ કહેતા આનાકારી કરી આરોપીઓ ઉશ્કેરાઈ જતા ગાળો બોલી ધમકી આપી તેમજ સાથે આવેલા અજાણ્યા શખ્શોએ ધોકો માથામાં મારી ઈજા પહોંચાડી ધમકી આપી કારમાં કાચ તોડી નુકશાન કરી નાસી ગયા હતા આ મામલે પોલીસે રાયોટીંગ સહિતના ગુન્હા નોંધી તપાસ ચલાવી છે. જયારે સામાપક્ષે લાલજીભાઈ ગોરધનભાઈ બરાસરા રહે. જોધપર નદી વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રસિક ભાલોડીયા રહે. મોરબી ગોલ્ડન પેકેજીંગ કારખાનાવાળા, તેના ભાગીદાર હરિભાઈ પટેલ એ બંને શખ્શોએ સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય જે વખતે ગ્રામ પંચાયતના સભ્યો હોય જેથી દબાણ બાબતે નોટીસ આપી હતી જેથી ખોટી રીતે બદનામ કરવા પૈસા આપેલ છે તેવું આરોપીઓએ કહેતા ગાળો બોલી કેબલ વાયર વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

 

 

Comments
Loading...
WhatsApp chat