


ટંકારા નજીક આજે એક બાદ એક અકસ્માત સર્જાયો હતો. બે કાર ટકરાતા પ્રજાપતિ આધેડનું મોત થયું હતું જયારે અન્ય પાંચને ઈજાઓ પહોંચી હતી ત્યારે તે ઉપરાંત અન્ય એક અકસ્માત હીરાપર ગામ નજીક સર્જાયો હતો જેમાં ટંકારા લતીપર રોડ પર હીરાપર ગામના પાટિયા પાસે 10 વર્ષનો માસુમ બાળક મેરાભાઈ દેવજીભાઈ લુહાર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલી બોલેરો જેવી કારે બાળકને હડફેટે લેતા બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલોસે બનાવ અંગે અજાણ્યા જીપના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ હાઈવે પર વધતી હીટ એન્ડ રનની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.