

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રનો ગૌરવ વધારતો ઐતિહાસિક સમારોહ તાજેતરમાં સંપન્ન થયો હતો મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહયોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ ૨૦૨૫ ભવ્યતા અને ગૌરવ સાથે યોજાયો હતો CBSE બોર્ડ અને સહોદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત સમારોહ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર શિક્ષકોને સમર્પિત રહ્યો હતો।
આ કાર્યક્રમમાં 200થી વધુ શિક્ષકો, પ્રિન્સિપાલો, ડાયરેક્ટરો તેમજ સૌરાષ્ટ્રની વિવિધ CBSE શાળાઓના પ્રિન્સિપાલો, કોઓર્ડિનેટરો અને શિક્ષણજગતના આગેવાનોની ભવ્ય ઉપસ્થિતિ રહી, જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું
સમારોહ દરમિયાન મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 5 શિક્ષકોને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે મોરબી માટે ગૌરવની વાત બની।
આ પ્રસંગે સહોદયાના પ્રમુખ રાધેશ્યામ પાંડે, રાજકોટ CBSE કોઓર્ડિનેટર રાજીવ રંજન, મોરબી કોઓર્ડિનેટર દીપા શર્મા તેમજ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ડી.બી. પાડલિયા સાહેબ, મેનેજીંગ ડિરેક્ટર હાર્દિક પાડલિયા, પૂજા પાડલિયા અને સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
તમામ મહાનુભાવોએ શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું શિક્ષક એટલે સમાજનો શિલ્પકાર… અને આ સમારોહ એ શિલ્પકારોને સમર્પિત એક ગૌરવગાથા બની રહ્યો। મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષકો માટે આ એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક ક્ષણ બની।


