

પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે ૧૮૭ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મોરબી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો ગુરુવારે સવારથી મેદાનમાં ઉતરી હતી અને મોડી રાત્રી સુધી મેગા ડીમોલીશન ચાલુ રાખી તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા મોરબીમાં એક જ દિવસમાં આટલું મોટું ડીમોલીશન પૂર્ણ કરવામાં આવ્યું તે પણ એક રેકોર્ડ સમાન છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપ્યા છતાં દબાણો દુર નહિ થતા ગુરુવારે વહેલી સવારથી મહાપાલિકાની ટીમ, પીજીવીસીએલ ટીમો અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડીમોલીશન શરુ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી મેગા ડીમોલીશન કામગીરી શરુ કરાઈ હતી જેમાં મહાપાલિકાના ૧૪૦ કર્મીઓ, ૨૦૦ થી વધુ પોલીસ જવાનો અને વીજતંત્રની ૬ ટીમોએ સતત ૧૪ કલાક સુધી કામગીરી કરી તમામ દબાણો શાંતિપૂર્ણ માહોલમાં તોડી નાખ્યા હતા હવે શુક્રવારે કાટમાળ ભરવા સહિતની કામગીરી કરવામાં આવશે જે અંદાજે ૩-૪ દિવસ ચાલશે