હળવદના ચરાડવા-સમલી રોડ પર બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

 

ચરાડવા સમલી રોડ પરથી ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો અને કોઈ કારણોસર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલકનું મોત થયું હતું

 

મુળી તાલુકાના નાડધ્રી ગામના રહેવાસી રમેશભાઈ જાદુભાઈ ઓગણીયા (ઉ.વ.૪૦) નામના યુવાન ગત તા. ૨૧ ના રાત્રીના પોતાનું બાઈક જીજે ૧૩ બીએમ ૦૬૫૦ લઈને ચરાડવાથી પોતાના ઘરે જતા હતા ત્યારે ચરાડવાથી સમલી રોડ પર બાઈક પર કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થતા પડી ગયા હતા જેથી રમેશભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી ત્પાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.