

શહેરના કંડલા બાયપાસ રોડ પરથી એકટીવામાં બીયરના ૪૮ ટીનની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૬૭ હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસેથી એકટીવા જીજે ૩૬ એએમ ૨૧૦૨ વાળું રોકી તલાશી લેતા બીયરના ૪૮ ટીન કીમત રૂ ૭૬૮૦ નો જથ્થો મળી આવતા પોલીસે બીયર, એકટીવા સહીત કુલ રૂ ૬૭,૬૮૦ નો મુદામાલ કબજે લઈને આરોપી દિલીપ મગનભાઈ ધોળકીયા અને મનોજ ધનજીભાઈ ધોળકીયા રહે બંને શકતશનાળા મોરબી વાળાને ઝડપી લીધા છે આરોપી નીલેશ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે મોરબી શનાળા બાયપાસ વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે