મોરબીના વેજીટેબલ રોડ પર  મોબાઈલ બાબતે યુવાનની છરીના ધા ઝીંકી હત્યા

મોરબીના વેજીટેબલ રોડ પર મારામારી થઇ હોય જેમાં યુવાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો જે મામલે મોરબી બી ડીવીઝન  પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમારે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે કે તેના શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.૩૫), જગદીશભાઈ બારોટ અને પ્રભુભાઈ એમ ત્રણેય પંચમુખી હનુમાનજી મંદિર પાસે ગાડી પે બેઠેલ હોય દરમિયાન ઈરફાન દાઢી જામ એ આવીને મોબાઈલ બાબતે વાત કરીને ઝપાઝપી કરી બાદમાં છરી વડે શામજીભાઈને આડેધડ મારવા લાગેલ તો જગદીશભાઈને પણ ઈજા પહોચી હતી તેમજ પ્રભુભાઈ કોળીને પણ ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન શામજીભાઈ નું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.