મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને બે શખ્સોએ માર માર્યો

 

મોરબી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર ગોડાઉનમાં ગાડી રીવર્સ લેવડાવી ખાલી કરાવતા હોય દરમિયાન બે શખ્સોએ આવીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

 

મોરબીના પંચાસર ગામે રહેતા નિર્મળસિંહ ભરતસિંહ  જાડેજા  એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવે છે અને ગત તા. ૨૪ ના રોજ તે ફરજ પર હાજર હોય દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ પર રેન બસેરા પાસે ડીડીટી પાઉડર ભરેલ ગાડી ગોડાઉનમાં ખાલી કરાવવા ગાડી રીવર્સ લેવરાવતા હોય અને બીજા વાહનો ઉભા રાખેલ હોય જેમાં એક બ્લેક કલરની વરના જીજે ૦૩ એલબી ૧૩૧૯ વાળીના ચાલક તથા બાજુમાં બેઠેલ એક ઇસમે એમ બંને અજાણ્યા ઇસમોને નિર્મળસિંહને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી ગાડી રીવર્સ ન લેવા દઈ પોતાની ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

 

Leave A Reply

Your email address will not be published.