


શહેરના સામાકાંઠે એક ઇસમેં યુવાન પર છરી વડે હુમલો કરી દેતા યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે તો યુવાનની સાથે રહેલ એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર ગામના રહેવાસી શામજી પોપટભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાન સામાકાંઠે વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિર પાસે હોય ત્યારે ઈરફાન દાઢી નામના વ્યક્તિએ છરી વડે હુમલો કરી દીધો હતો છરી વડે ઈજા પહોંચાડતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું તો શામજી ચાવડા સાથે રહેલ જગદીશ બારોટ નામના યુવાનને પણ માથાકૂટમાં ઈજા પહોંચી હતી
યુવાન પર છરી વડે હુમલો ક્યાં કારણોસર કરવામા આવ્યો તે કારણ હાલ સ્પષ્ટ થયું નથી બનાવની જાણ થતા સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને બનાવની તપાસ ચલાવી છે તેમજ હત્યાની ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે