વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરીયાણું લેવા નહિ આવાનું કહી યુવાનને માર માર્યો

 

રાતીદેવરી ગામમાં યુવાન દુકાને કરિયાણું લેવા ગયો હતો અને યુવાનના પરિવાર સાથે આરોપીને વ્યવહાર ના હોવાનો ખાર રાખી દુકાને કરિયાણું લેવા નહિ આવવું કહીને ગાળો આપી પાંચ ઇસમોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના રહેવાસી ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વીપલભાઈ વોરા (ઉ.વ.૨૪) નામના યુવાને ગામમાં રહેતા આરોપીઓ રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દિલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રાત્રીના સાડા સાતેક વાગ્યે ફરિયાદી આરોપી રવજીભાઈ વોરાની દુકાને કરિયાણું લેવા ગયો હતો આરોપી રવજીને યુવાનના પરિવાર સાથે વ્યવહાર ના હોય જેનો ખાર રાખી કરિયાણું લેવા નહિ આવવું કહીને બેફામ ગાળો આપી હતી

તેમજ પાંચેય આરોપીઓ લાકડાના ધોકા વડે યુવાનને માર મારી બેફામ ગાળો આપી લાકડાના ધોકા અને પાઈપ વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.