



વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં પતિએ વહેલું જમવાનું બનાવવાનું કહેતા લાગી આવતા પત્ની ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું
મૂળ પંચમહાલ જીલ્લાના વતની હાલ વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સીતાબેન રાજેશભાઈ રજાક (ઉ.વ.૪૬) નામની પરિણીતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર દરમીયાન મોત થયું હતું પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પતિ રાજેશભાઈએ વહેલા જમવાનું બનાવવાનું કહેતા મૃતક સીતાબેનને મનમાં લાગી આવતા પોતાની જાતે દવા પી લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ટંકારા : ક્લબ ૩૬ હોટેલના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો
ટંકારાના લજાઈ નજીક આવેલ ક્લબ ૩૬ હોટેલના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૭ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઉતરપ્રદેશના વતની હાલ લજાઈ નજીક આવેલ હોટેલ ક્લબ ૩૬ ના લેબર ક્વાર્ટરમાં રહેતા સુરજ અમરસિંહ યાદવ (ઉ.વ.૨૭) નામના યુવાને પોતાની જાતે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે