મોરબીમાં ખોટા દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

 

મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ખોટા દસ્તાવેજ બનાવી વિશ્વાસઘાત કરવાના ગુનામાં બે વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી, મોરબી ૨ વાળા હાલ તેના મકાન ખાતે હોવાની બાતમી મળતા ટીમે ઘરે તપાસ કરી હતી મહિલા આરોપી હાજર મળી આવતા તેના પિતા અને મહિલા પોલીસ કર્મચારી સાથે એલસીબી કચેરી લાવી પૂછપરછ કરી મહિલા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.